ખેરગામ : ચીખલી તાલુકાના કાકડવેલ ખાતે વલસાડ પોલીટેકનિક કોલેજમાં ફરજ બજાવતા અને ખેરગામ ભવાની નગર સોસાયટીના રહીશ પ્રો.નિરલ પટેલે GPSC પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
તારીખ: 25-02-2023નાં રોજ ડૉ. બી આર આંબેડકર પુસ્તકાલય કાકડવેલ, ચીખલી ખાતે આગામી સમયમાં આવનાર જુનીયર ક્લાર્ક, તલાટી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે ગામના સરપંચ નટુભાઈ, ડે. સરપંચ નિલેશભાઈ, ગામના સમાજસેવી અગ્રણી એવા રણજીતભાઇ, દૂધ ડેરી સંચાલક મહેન્દ્રભાઈ દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા બધા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો. આ સેમિનારમાં પ્રો. નિરલ પટેલને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ મળતાં ઉમેદવારો સાથે સંવાદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઘણા બધા ઉમેદવારોની વેદના પણ સાંભળી અને ભવિષ્યમાં ન માત્ર સરકારી નોકરી પર નિર્ભર રહેવાના બદલે કોઈપણ પ્રકારના ધંધા રોજગાર કરી પગભર થવા માટે પણ સલાહ સૂચનો આપ્યા હતાં. રસપ્રદ વાત તો એ હતી કે એક નાનકડું ગામ હોવા છતાં પણ ગામના અગ્રણીઓ દ્વારા આર્થિક રીતે પછાત ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ફંડ ભેગું કરી લાઇબ્રેરી બનાવેલ હતી. જે એક ગામની શોભા વધારતી હતી. અંતે બધા ઉમેદવારો ને નાસીપાસ થયા વગર પોતાનું જીવનમાં આગળ વધવા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રો. નિરલ પટેલની કલમે કંડારાયેલી.......
"અંધકારથી ભરેલી દરેક સાંજ નથી હોતી,
પ્રતિભા કોઇ પરીક્ષાની મોહતાજ નથી હોતી.
સફળતા દરેક વહેમ ને ખોટા પાડે છે એટેલે જ,
ડૂબતા સૂરજના પણ લોકો ફોટા પાડે છે.
વધે છે અંધકાર જ્યારે મધ્યરાત્રીનો,
અજવાળા થવાનો એ આગાશ હોય છે.
મળે છે નિષ્ફળતા જીંદગીમાં જ્યારે,
સફળતાની એજ સાચી શરૂઆત હોય છે."