ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું.

SB KHERGAM
0

           


ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા આદિવાસી એકતા  સાંસ્કૃતિક મહાસંમેલન માટે 20160 કિલોગ્રામ ચોખા એકત્ર કરી અન્નદાન કર્યું.

સેલવાસ ખાતે તારીખ 13,14 અને 15 જાન્યુઆરી દરમ્યાન યોજાનાર ૩૧મું આદિવાસી એકતા સાંસ્કૃતિક મહાસંમેલન કાર્યક્રમમાં મહાપ્રસાદ માટે ખેરગામના બિરસા મુંડા ગૃપના યુવાનો દ્વારા ખેરગામના સેવાભાવી કુટુંબોએ સ્વેચ્છાએ અન્નદાન સ્વરૂપે આપેલ 20160 કિલો ગ્રામ ચોખા એકત્ર કરી આયોજકોને અર્પણ કર્યા. 
આ આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનમાં દરેક રાજ્યના આદિવાસી પ્રતિનિધિઓ તથા વિદેશમાંથી પણ આદિવાસી પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ ત્રણ દિવસના કાર્યક્રમ દરમ્યાન લાખો આદિવાસી ભાઈ-બહેનો એકત્ર થવાનું આયોજક આગેવાનો જણાવી રહ્યા છે.

આયોજક દ્વારા નમ્ર અપીલ  કરવામાં આવી છે કે આ કાર્યક્રમ માટે દાન આપવા માંગતા હોય તો ગૃપના યુવાનોનો સંપર્ક કરી દાન નોંધાવી શકે છે.

ખેરગામ બિરસા મુંડા ગૃપના આગેવાનો દ્વારા  આ કાર્યક્રમને આખરી ઓપ આપવા સતત રાતદિવસ સેલવાસ ખાતે ખડેપગે હાજરી આપી રહ્યા છે. જેમાં ખેરગામ આદિવાસી યુવા આગેવાન આશિષ પટેલ (dgvcl સર્કલ સેક્રેટરી), જયેશભાઈ પટેલ(LIC), દિવ્યેશભાઈ પટેલ(એગ્રો ખેરગામ), મહેશભાઈ(પાટી), જીજ્ઞેશભાઈ પટેલ(શિક્ષક), જીગ્નેશભાઈ, અનિલભાઈ, અશોકભાઈ, બ્રીજેશભાઈ જેવા આગેવાનોનો સમાવેશ થાય છે. જેઓ  સમાજના સામજિક ઉત્થાન કાર્યક્રમ હોય  કે સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, તેઓ પોતાનું યોગદાન આપવા હંમેશાં આગળ રહેતા હોય છે.



Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top