નવસારી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની પ્રથમ તબક્કાની CPRની તાલીમ નવસારી મેડિકલ કોલેજ ખાતે યોજાઈ.
તારીખ :૦૩-૧૨-૨૦૩ના રવિવારના દિને નવસારી જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની પ્રથમ તબક્કાની CPRની તાલીમ નવસારી મેડિકલ કોલેજ ખાતે યોજાઈ.
જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજ, આટ, ખંભલાવ દ્વારા આયોજિત સી.પી.આર. તાલીમ નેશનલ એનેસ્થેસીયા સોસાયટી તથા જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી નવસારી જીલ્લાની તમામ પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનોને સી.પી.આર. ની તાલીમ અંતર્ગત સવારે દીપ પ્રાગટ્ય અને સ્વાગત કરી શરૂઆત કરવામાં આવી હતી.
સમગ્ર દિવસ દરમિયાન દર કલાકે બેચ પાડી કુલ ૨૨૫૦ જેટલા શિક્ષક ભાઈ-બહેનોને એનેસ્થેસિયાના ડોક્ટર દ્વારા મેડીકલ કોલેજના લેક્ચર હોલમાં પ્રેઝન્ટેશન આપી વિગતવાર સમજ આપી ડેમોસ્ટ્રેશન હોલમાં ૧૦-૧૦ શિક્ષકોની બેચ પાડી જી.એ- મ.ઈ.આર.એસ. મેડીકલ અને હોસ્પિટલના ડોક્ટર દ્વારા સમગ્ર દિવસ દરમિયાન તમામ શિક્ષકોને વિગતવાર પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી. સમગ્ર દિવસ દરમિયાન કુલ ૨૨૫૦ જેટલા શિક્ષકોને તાલીમ આપવામાં આવી.
આ કાર્યક્રમ દરમિયાન જીલ્લા શિક્ષણ અધિકારીશ્રી દ્વારા સ્વાગત પ્રવચન આપી તમામને આવકાર આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય ડોકટર સેલના ડો.આર. સી.ધોરાજીયા, જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજના ડીનશ્રી ડો.ડી. પી.પંડિત, જીલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ.રાજેશ્રી ટંડેલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ડૉ.ભગીરથસિંહ પરમાર, ડો. વિભૂતી ટંડેલ વિગેરે દ્વારા કરવામાં આવ્યુ હતું માનનીય ધારાસભ્યશ્રી ચીખલી શ્રી નરેશભાઈ પટેલ, નવસારીના માનનીય ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ હાજર રહ્યા હતા.