નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ.

SB KHERGAM
0

              

નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ.

નવસારી જિલ્લાના નાગધરા ખાતે નવસારી ટીચર્સ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો જેમાં Deval's saul spartans, Fit Fighrtes, Tiger brothers, Jay shree Ram 11, Dwija spikers અને c.t.lion નો સમાવેશ થાય છે. 

જેમાં Deval's saul spartans ટીમ વિજેતા થઈ હતી જ્યારે Dwija spikers ટીમ રનર્સ અપ થઈ હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ દિગ્નેશ પટેલ, બેસ્ટ બેટ્સમેન શૈલેષ પટેલ, બેસ્ટ બોલર પ્રણવ પટેલ,  સૌથી વધુ sixes ચેતન પટેલ, સૌથી વધુ boundaries દિગ્નેશ પટેલ, બેસ્ટ ફિલ્ડર દિગ્નેશ પટેલ ,સૌથી વધુ વિકેટ હિનલ પટેલ વગેરે ખેલાડીઓ સુંદર દેખાવ કર્યો હતો. જેમને ટ્રોફી દ્વારા સન્માનવામાં આવ્યા હતા. તમામ ટ્રોફીનો ખર્ચ સ્ટેટ બેંક ઇન્ડિયા નવસારી શાખાએ ઉઠાવ્યો હતો અને 3 દિવસ જમવાની વ્યવસ્થા નવસારી જિલ્લા પ્રમુખ તથા તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખશ્રીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.


આ પ્રસંગે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ.ભગીરથસિંહ પરમાર અને નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલનાં  હસ્તે વિજેતા ટીમ અને રનર્સ ટીમને ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.  






Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top