ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ પટેલની નાયબ ડીડીઓનાં પ્રમોશન સાથે વડોદરા ખાતે બદલી.
ખેરગામના તાલુકા વિકાસ અધિકારી વિમલ પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન લઈ ખેરગામથી વિદાય થયા હતા કર્મચારીઓએ અધિકારી પર પુષ્પવર્ષા કરી વિદાય આપી હતી. અધિકારી વિમલ પટેલે પણ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલ સહિત ઉપસ્થિત તમામ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો.