ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે પત્રકાર જીગ્નેશ પટેલનો બે મતે વિજય.

SB KHERGAM
0

  

ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ પદે પત્રકાર જીગ્નેશ પટેલનો બે મતે વિજય


ખેરગામ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઝરણાબેન પટેલના અને ડેપ્યુટી સરપંચ તરીકે વોર્ડ નં.8 ના સભ્ય સુરેશભાઈ પટેલ વહીવટ સંભાળતા આવ્યા છે.પરંતુ સુરેશભાઈ પટેલે થોડા દિવસ પુર્વે પોતાના અંગત કારણસર અચાનક પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દેતા પંચાયતમાં નવા ડેપ્યુટી સરપંચ માટે અંદરખાને રાજકીય માહોલ ગરમાયો હતો.

ડેપ્યુટી સરપંચની ગત ચૂંટણીમાં પોતાના હરીફ વોર્ડ નં.13 ના સભ્ય  જીગ્નેશ પટેલથી એક એકમાત્ર મતે આગળ રહી ડેપ્યુટી સરપંચ તરીકે સુરેશ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.તેમના રાજીનામાને પગલે નવા ડેપ્યુટી સરપંચ માટે સોમવારે 12:30 કલાકે ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં પેટા ચૂંટણી રાખવામાં આવી હતી.

જેમાં વોર્ડ 13 ના જીગ્નેશ પટેલે આ વખતે ફરીથી ડેપ્યુટી સરપંચના હોદ્દા માટે ઉમેદવારી કરી હતી,જ્યારે તેમની સામે વોર્ડ નં 11 ના સભ્ય શૈલેષભાઇ વજીરભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.ખેરગામ ગ્રામ પંચાયતમાં 16 વોર્ડ સભ્યોની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયામાં શૈલેષ પટેલ તરફી સાત સભ્યોએ હાથ ઊંચા કરી પોતાનો મત રજુ કર્યા હતા.


જ્યારે જીગ્નેશ પટેલ તરફી નવ સભ્યોએ હાથ ઊંચા કરતા જીગ્નેશ પટેલ બે મતોથી આગળ રહી ડેપ્યુટી સરપંચ હોદ્દા પર વિજયી થયા હતા.

Credit : Dipak patel (vatsalya news) 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top