ગુજરાતમાં નવી શિક્ષણનીતિ મુદ્દે શિક્ષણમંત્રીએ આપ્યું અગત્યનું નિવેદન
વિદ્યાર્થીઓને પોતાના રસ અને વલણ અનુસાર શિક્ષણ અપાશે અને વિદ્યાર્થીઓ 10 દિવસ માટે બેગલેસ શિક્ષણ મેળવશે: શિક્ષણમંત્રી
6 વર્ષ સુધીના બાળકો માટે બાળવાટિકા શરૂ કરાશે.
બાળવાટીકા 1,2,3 શરૂ કરવામાં આવશેઃ શિક્ષણમંત્રી
નવી શિક્ષણનીતિ મુદ્દે શિક્ષણમંત્રીએ નિવેદન આપ્યું છે જેમાં 6 વર્ષ સુધીના બાળકો માટે બાળ વાટિકા શરૂ કરાશે. તેમજ બાળવાટીકા 1,2,3 શરૂ કરવામાં આવશે.
ધોરણ એકમાં પ્રવેશ માટે છ વર્ષની ઉંમર પૂર્ણ હોવી જરૂરી
અંગ્રેજીને આપણે સ્વીકારીએ છીએ,પરંતુ અંગ્રેજીનો પ્રભાવ ના રહે. આપણી ભાષાનું ગૌરવ રહેવું જોઈએ. મારી ભાષા મારું ગૌરવની યાત્રા આજનાં " વિશ્વ માતૃભાષા દિવસથી" શરૂઆત થાય છે તેવું ગુજરાતના માનનીય શિક્ષણમંત્રીશ્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું. ધોરણ એકમાં પ્રવેશ માટે છ વર્ષની ઉંમર પૂર્ણ હોવી જરૂરી છે. રાજ્ય સરકાર નવી શિક્ષણનીતિ મુજબ અમલીકરણ કરવા મક્કમ 1 જૂન 2023 ના રોજ છ વર્ષ પૂર્ણ હશે તેવા જ બાળકો ધોરણ-1માં અભ્યાસ કરી શકશે.
છ વર્ષ સુધીના બાળકો માટે બાળ વાટિકામાં અભ્યાસ કરશે. તથા બાલવાટિકામાં અભ્યાસ એક, બે અને ત્રણમાં કરવાનો રહેશે. જેમાં ત્રણથી ચાર વર્ષના બાળકોને બાળવાટિકા એકમાં પ્રવેશ મળશે. તથા ચારથી પાંચ વર્ષના બાળકોને બાળવાટિકા બેમાં પ્રવેશ મળશે. તેમજ પાંચથી છ વર્ષના બાળકોને બાળવાટિકા ત્રણમાં પ્રવેશ આપવામાં આવશે. અને બાલવાટિકાના નામમાં મહાપુરુષોના નામનો ઉપયોગ કરી શકાશે.
સંકલન : KHERGAM XPRESS
More info Sandesh news: Click here