શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ની સામાન્ય સાધારણ સભા મળી.

SB KHERGAM
0

    ખેરગામ :  તારીખ-૦૮-૦૧-૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ ખાતે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ની સામાન્ય સાધારણ સભા મળી.  જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યાં હતાં.

સૌ પ્રથમ હાજર રહેલા તમામ મહાનુભવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ મંડળનાં મંત્રીશ્રી નટુભાઈ પટેલ દ્વારા ભાવવાહી  સ્વરમાં પ્રાર્થના રજૂ કરવામાં આવી. શ્રી કેશવભાઈ પટેલ દ્વારા વાર્ષિક અહેવાલનું વાંચન કરવામાં આવ્યું. જેનાં હિસાબનાં સરવૈયાનો  સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો. શ્રી ઠાકોરભાઈ પટેલ દ્વારા મંડળના બંધારણમાં કરવામાં આવેલ સુધારાઓનું વાંચન કરવામાં આવ્યું. શ્રી રમેશભાઈ પટેલ દ્વારા નવા રચાયેલ મંડળના કારોબારી સભ્યોના નામાવલી રજૂ કરી બહાલ કરવામાં આવી. . 

શ્રી ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચન સાથે સરકાર તરફથી મંડળને કરવામાં આવેલ મદદની વાત કરી હતી. ત્યારબાદ તેમને સમાજના દરેક યુવાનો કૌશલ્યલક્ષી શિક્ષણ મેળવી સ્વતંત્ર વ્યવસાયમાં આગળ આવવા જણાવ્યું હતું.  ભવિષ્યમાં પણ આ મંડળને ઉપયોગી થવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી.

ડૉ. પ્રદીપભાઈ ગરાસિયાએ પ્રાસંગિક પ્રવચનમાં પ્રથમ આદિવાસી સમાજની ચિંતા વ્યક્ત કરી હતી.આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ અને અસ્તિત્વ બચાવવા સમાજનાં દરેક વ્યક્તિઓને આગળ આવવા હાકલ કરી હતી. 

શ્રી આર. જે. પટેલ સાહેબે પોતાનું પ્રવચન જય જોહાર નારા સાથે કરી હતી. આદિવાસી સમાજના  નોકરી કરતા દરેક સ્ત્રી - પુરુષો ડૉ.બાબા સાહેબ આંબેડકરના બંધારણને આભારી છે.તેવું જણાવ્યું હતું. માટે દરેકના ઘરમાં બાબા સાહેબનો ફોટો અને બંધારણ અવશ્ય હોવું જોઈએ તેવો મત ધરાવે છે . તેઓ સારા લેખક પણ છે. 


આ મંડળની સ્થાપનાને આ વર્ષે 35 વર્ષ પૂર્ણ થાય છે. જેની સ્થાપના શ્રી રાજુભાઇ પટેલ સાહેબની 34 વર્ષની ઉંમર હતી ત્યારથી તેમણે ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા સાથે મળી આ સંસ્થાનો પાયો નાખ્યો હતો. 35 વર્ષમાં આ સંસ્થાએ ઘણી પ્રગતિ કરી છે તેની વિગતે માહિતી આપી હતી. તેમની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ તેમની છેલી ટર્મ હશે એટલે કે આ સમિતિની ટર્મ પાંચ વર્ષની છે ત્યાં સુધી તેઓ પ્રમુખ તરીકે રહેશે. તેઓ મંડળને જ તીર્થસ્થાન ગણે છે. એટલે તેમણે પહેલેથી જ આ પવિત્ર  તપોભૂમિની માટી અને જળનો સંગ્રહ કરી રાખ્યો છે. આ જળને ગંગાજળ જેટલું જ પવિત્ર ગણી સમાજ ભવનની ભૂમિ પ્રત્યેની તેમની લાગણી વ્યક્ત થાય છે. મંડળના અસલી માલિક તરીકે તેમણે સમાજના સભ્યોને કહ્યા છે. આ મંડળના ૫૦૦૦ જેટલા સભ્યો સંખ્યા ધરાવે છે. જે મંડળ પ્રત્યેની નિષ્ઠા, વિશ્વાસની ઉપલબ્ધિ ગણાવી શકાય. તેમનાં પ્રવચનમાં સમાજ પ્રત્યેની અપાર લાગણી પ્રવર્તતી હતી. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે, "આવતા ભવમાં પણ પ્રભુ આ સમાજમાં જ જન્મ આપે!" અનાથ બાળકો પ્રત્યે તેઓ સતત ચિંતિત છે. અનાથ બાળકો સાથે આ સંસ્થા હંમેશા તેમની સાથે રહેશે તેવું તેમણે જણાવ્યું હતું. અને આ સંસ્થાને ઘરનાં દરેક સભ્યોના 10,000 હિસાબે દર વર્ષે 50,000 હજાર આજીવન દાન આપવાની શ્રી રાજુભાઈ પટેલ સાહેબે જાહેરાત કરી હતી. અને સમાજના સમૃદ્ધ વ્યક્તિઓને દર વર્ષે 10,000 જેટલી ધનરાશીની સમાજના હિતાર્થે મદદ કરવાની અપીલ કરી હતી.

આ પ્રસંગે સમારંભના પ્રમુખશ્રી શ્રી આર.જે.પટેલ સાહેબ(નિવૃત્ત આઈ.એ.એસ. કલેકટરશ્રી), ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ (પૂર્વ કેબિનેટ આદિજાતિ મંત્રી ગુજરાત સરકાર), ડૉ.પ્રદીપભાઈ ગરાસિયા (પ્રમુખશ્રી,સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય), શ્રી આર.એમ.પટેલ સાહેબ ( મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ તેમજ ડાયરેક્ટર ગેરી), શ્રી ઝેડ.એમ.પટેલ સાહેબ (નિવૃત્ત મુખ્ય ઇજનેર બાંધકામ), શ્રી શૈલેષભાઈ સી. પટેલ ( નિવૃત્ત અધિક્ષક ઇજનેરશ્રી, બાંધકામ), શ્રી પી.એમ. પટેલ (અધિક્ષક ઇજનેરશ્રી, એસ.ટી. કોર્પોરેશન), શ્રીમતી ચંપાબેન પ્રભાતભાઈ પટેલ (દાતાશ્રી), શ્રી રાજુભાઇ (રાજેન્દ્રભાઈ) પટેલ (મંડળના પ્રમુખશ્રી), ડૉ.વર્ષાબેન બી.પટેલ (શિક્ષણ સેવા વર્ગ -૨ આચાર્ય સરકારી માઘ્યમિક શાળા માલનપાડા), ડૉ. સ્વાતિબેન પટેલ (શિક્ષણ સેવા વર્ગ -૨ આચાર્ય નવાગામ - પાનોડા તા. ડેડિયાપાડા), શ્રી બીપીનભાઈ પટેલ (ઉદ્યોગપતિ - સુરત), શ્રી નવનીતભાઈ પટેલ (અધિક્ષક ચેરિટિ કમિશ્નરની કચેરી - નવસારી), ડૉ. એ. જી.પટેલ ( પ્રમુખ શ્રી ધોડિયા મેડિકલ એસોશિ.),  અજીતભાઈ પટેલ(એસ.બી. આઈ. નવસારી, સામાજિક કાર્યકર્તા), શ્રી લાલજીભાઈ કે.પટેલ (મહામંત્રીશ્રી શ્રી સમસ્ત ધોડિયા સમાજ) હાજર રહ્યા હતાં.










Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top