તારીખ:૦૭/૦૮/૦૯/૧૦-૦૧-૨૦૨૩ દરમ્યાન વાવ પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં કચ્છ જિલ્લાનાં જોવાલાયક સ્થળો, ધાર્મિક સ્થળો, ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ ચોટીલામાં ચામુંડા માતાના દર્શન કરી કચ્છ જવા પ્રયાણ કર્યું હતું. કચ્છ જિલ્લામાં પ્રથમ ભુજમાં આઈના મહેલ, કચ્છ મ્યુઝિયમ, સ્વામિનારાયણ મંદિર, પ્રાગ મહેલ, હિલગાર્ડન, સ્મૃતિવન, અંજારમાં જેસલ તોરલની સમાધિ, ખાતામાં સફેદ રણ અને કાળો ડુંગર, ખાવડામાં આશાપુરા મંદિર અને મુન્દ્રા બંદર, લખપતમાં માતાના મઢ નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ, માંડવીમાં માંડવી બીચ અને અંબે ધામ જેવા સ્થળોની વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ નિહાળવાનો આનંદ ઉઠાવ્યો હતો.