શામળા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિન ઉજવાયો. ગામની વધુ ભણેલી દીકરી સોનાલીબહેન પ્રવિણભાઇ પટેલ (MA, B.ed) દ્વારા વંદન કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. પ્રસંગે smcના શિક્ષણવિદ્ શ્રી શંકરભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતનાં સદસ્ય શ્રીમતી હેમલતાબેન પટેલ, શ્રી દિનેશભાઈ, શ્રી પ્રવિણભાઈ પટેલ, ખેરગામ ગ્રામ પંચાયતનાં પૂર્વ સદસ્ય શ્રી બાબુભાઇ પટેલ, શામળા ફળિયા ડેરીનાં ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી બચુભાઈ પટેલ, શ્રી અંકિતભાઈ પ્રભુભાઈ પટેલ, શ્રી ગોપાળભાઈ, શ્રી નિલેશભાઈ પટેલ, શરદભાઈ પટેલ, શ્રી રમણભાઈ પટેલ, શ્રીમતી કૌશાબેન, પટેલ, યાકીબ શેખ, ગામના આગેવાનો, એસએમસીના સભ્યો અને વાલીઓ હાજર રહ્યા હતા.
શામળા પ્રાથમિક શાળામાં 74મો પ્રજાસત્તાક દિન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
January 28, 2023
0
Share to other apps