બાવળી ફ.પ્રા.શાળા ખેરગામ ખાતે શાળાનો 69 મો સ્થાપના દિન ઉજવાયો.
તા.14/01/2023 ના શનિવારના દિને બાવળી ફ.પ્રા.શાળા ખેરગામ ખાતે 69 મો શાળા સ્થાપના દિન ઉજવાયો. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગ્રામજનો,વાલીશ્રીઓ,,જિ.પં.ના માજી સભ્યશ્રી,SMC ના સભ્યો તથા શાળામાં ફરજ બજાવતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાના ઈતિહાસની માહિતી રજુ કરી. જિ.પંચાયતના માજી સભ્યશ્રી પ્રશાંતભાઈ પટેલે પ્રસંગોપાત ઉદબોધન કર્યું. શાળાના આચાર્યશ્રીએ શાળાની પ્રગતિની રજુઆત કરી. શાળાના બાળકો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. સૌએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. શાળાના આચાર્યશ્રી હેમંતભાઈએ સૌનો આભાર માન્યો.